BOLLYWOOD : યામી ગૌતમ 7 એપ્રિલથી હોરર-કોમેડી નઇ નવેલીનું શૂટિંગ શરૂ કરશે

0
16
meetarticle

આનંદ એલ રાય નિર્મિત હોરર-કોમેડી ફિલ્મ નવી નવેલીનું શૂટિંગ  ૭ એપ્રિલથી શરૂ કરવાની છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ હશે જેમાં અભિનેત્રી નવી દુલ્હનના રોલમાં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ,ભોપાલ અને મેરઠમાં કરવામાં આવશ.ે યામીની ભૂમિકા એક આદર્શ દુલ્હનની હશે પરંતુ તેનો દિયર અને તેના સાસરિયા તેના ઇરાદ પર શક કરવા લાગતા જોવા મળશે. તેની પાસે અલૌકિક શક્તિ હોવાનું તેઓ માનવા લાગશે.આ ફિલ્મની વાર્તામાં હોરર, કોમેડી અને પૌરાણિક કથાઓનું મિશ્રણ સમાવામાં આવ્યું છે. 

આ ફિલ્મનું શૂટિંગ એક મહિનાના શેડયુલના શૂટિંગની યોજના સાથે કરવામાં આવશે. એક સૂત્રે જણાવ્યું હતું કે, યામી  અને અન્ય કલાકારો મલાડના માલવણીમાં શૂટિંગ શરૂ કરશે જ્યાં એક વિશાળ  સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટ પર યામીના મિત્રો અને પરિારો સાથેજોવા મળશે તેમજ તેના લગ્નના દ્રશ્યોના શૂટિંગ કરવામાં આવશ.ે મે મહિનામાં કલાકારો અને ક્રુ બે મહિના માટે ભોપાલ અને મેરઠમાં શૂટિંગ કરશે. જેમાં યામી પરણીને સાસરિયામાં ્જોવા મળશે. આ દરમિયાન યામીના સાસરા પક્ષનું શૂટિંગ કરવામાં આવશે જેમાં રહસ્યમય ઘટનાઓ આકાર લેતી જોવા મળશે. માર્ચ મહિનામાં આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. ગૌતમ બાલાજી મોહનાના દિગ્દર્શનમાં યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મલશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here