BOLLYWOOD : રશ્મિકાએ કન્નડ ઉદ્યોગ દ્વારા પ્રતિબંધની અફવા ફગાવી

0
58
meetarticle

રશ્મિકા મંદાનાએ પોતાના પર કન્નડ ફિલ્મ ઉદ્યોગ દ્વારા પ્રતિબંધ ફરમાવાયો હોવાની અફવા  નકારી કાઢી છે. 

તેણે સ્પષ્ટ કહ્યું હતું કે આવો કોઈ પ્રતિબંધ મૂકાયો નથી. જોકે, સાથે સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે બધી વાતો જાહેરમાં શેર કરવા જેવી  હોતી નથી. કેટલીક આંતરિક બાબતો પણ હોય છે. 

રશ્મિકાએ ઋષભ શેટ્ટીની ‘કાંતારા ચેપ્ટર વન’ વિશે કોઈ પ્રતિભાવ નહિ આપતાં અનેક અટકળો  ફેલાઈ હતી. ઋષભે જ ૨૦૧૬માં રશ્મિકાને કન્નડ ફિલ્મથી  બ્રેક આપ્યો હતો. જોકે, લાંબા અરસાથી રશ્મિકાએ કોઈ કન્નડ ફિલ્મ કરી નથી. 

જોકે, રશ્મિકાના દાવા અનુસાર પોતે ‘કાંતારા ચેપ્ટર વન’ ફિલ્મ જોયા બાદ  તેની ટીમને અભિનંદનનો મેસેજ પાઠવી  દીધો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here