BOLLYWOOD : રામ ઔર શ્યામના ડબલ રોલ માટે કોઈ મોટા હિરો પાસે ડેટ્સ નથી

0
41
meetarticle

 અનીસ બઝમીની ‘નો એન્ટ્રી ટુ’ કાસ્ટિંગના મુદ્દે જ અટકી પડી છે ત્યાં તેને બીજા એક પ્રોજેક્ટ ‘રામ ઔર શ્યામ’ના ડબલ રોલ માટે હિરો શોધવામાં પણ નાકે દમ આવી રહ્યો છે.

આ  ફિલ્મ માટે રણબીર, રણવીર, શાહિદ કપૂર અને કાર્તિક આર્યનનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પરંતુ, રણબીર હાલ ‘લવ એન્ડ વોર’નાં શૂટિંગમાં વ્યસ્ત છે અને તે પછી ‘ધૂમ ફોર’ના પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ જશે. રણવીર ‘ડોન થ્રી’ શરુ થવાની રાહ જોઈ રહ્યો છે. કાર્તિક ‘નાગઝિલ્લા’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. એક દાવા અનુસાર આ ફિલ્મને દિલિપ કુમારની ક્લાસિક ‘રામ ઔર શ્યામ’ સાથે કોઈ લેવાદેવા નથી અને આ ફિલ્મની વાર્તા બિલકુલ જુદી જ હશે. જોકે, મૂળ ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ હિરો ડબલ રોલમાં હશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here