BOLLYWOOD : રોહિત શેટ્ટીની ગોલમાલ ફાઈવના શૂટિંગ અંગે અનિશ્ચિતતા

0
8
meetarticle

રોહિત શેટ્ટીની ‘ગોલમાલ ફાઈવ’નું શૂટિંગ આગામી ૧૫મી ફેબુ્રઆરીથી શરુ થવાનું હતું. જોકે, તેનાં જુહૂ ખાતેનાં નિવાસસ્થાન પર થયેલા ગોળીબાર બાદ હવે પોલીસ તેને આટલા જલ્દી શૂટિંગ શરુ કરવાની પરવાનગી આપે છે કે કેમ તેની રાહ જોવાઈ રહી છે. પોલીસ ક્લિયરન્સ ન મળે તો શૂટિંગ પાછળ ઠેલાઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પરવાનગી આપે તો પણ ફિલ્મના સેટ પર સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવો પડશે. ક્રૂની એન્ટ્રી સહિત અનેક બાબતો પર સુરક્ષા નિયંત્રણો લાદવાં પડશે.

સેટ પર આવનાર દરેક વ્યક્તિને વિશેષ ઓળખ પત્રના પહેલાથી જ રજિસ્ટ્રેશન કરવામાં ં આવશે. સેટ પર આવનારા દૈનિક મજૂરો, જુનિયર કલાકારો, વિક્રેતા તેમજ અન્યોનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરાશે. વાહનોની અવર-જવર પર પણ નિયંત્રણ મુકવામાં આવશે. શૂટિંગે લગતા ઉપકરણો માટેની ટ્રક અને વેનનો પહેલાથી જ રેકોર્ડ રાખવમાં આવશે અને તેની પણ પ્રવેશ દ્વાર પર તપાસ કરવામાં આવશે.એટલું જ નહીં શૂટિંગના સમય અને સ્થાન વિશેની જાણકારી પણ આવશ્તયાને અનુસાર જ આપવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here