સાઉથની ફિલ્મોના ટોચના ડાયરેક્ટરમાંના એક લોકેશ કનગરાજે હવે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું છે. તે એક ગેેંગસ્ટર ડ્રામા ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની હિરોઈન તરીકે વામિકા ગબ્બીને સિલેક્ટ કરાઈ હોવાનું જાણવા મળે છે. આ ફિલ્મનું શૂટિંગ અગાઉ જ શરુ થઈ ચૂક્યું છે અને લોકેશ કનગરાજે તેના માટે થાઈલેન્ડમાં માર્શલ આર્ટસની તાલીમ પણ લીધી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અરુણ મથીશ્વરન કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ આગામી જાન્યુઆરીમાં પૂર્ણ કરવાનો તેમનો ઈરાદો છે.

હાલ બોલીવૂડ નિર્માતાઓની માનીતી બની ચૂકેલી વામિકા ગબ્બી સાઉથમાં તમિલ તથા મલયાલમ ફિલ્મો કરી ચૂકી છે.
લોકેશ કનગરાજ આ ફિલ્મનું કામ પૂર્ણ કર્યા બાદ ‘કૈથી ટુ’નું દિગ્દર્શન શરુ કરશે.

