બોર્ડર ટુના ટીઝરને ૧૬ડિસેમ્બર વિજય દિવસે રિલીઝ કરવાની ઘોષણા કરવામા ંઆવી છે. ૧૬ ડિસેમ્બરના દિવસ ૧૯૭૧ના યુદ્ધના વિજય તરીકે મનાવવામાં આવે છે.જેથી તે જ દિવસે બોર્ડર ટુનું ટીઝર રિલીઝ કરવામાં આવશે.બોર્ડર ટુના નિર્માતાઓએ ફિલ્મની એક શાનદાર તસવીર શેર કરી છે

જેમાં સની દેઓલ, વરુણ ધવન,દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી જોવા મળે છે. બોર્ડરટુને ૨૬ જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને ૨૩ જાન્યુઆરીના શુક્રવારના રોજ રિલીઝ કરવામાં આવશે.જેથી ફિલ્મને લોન્ગ વીકએન્ડનો ફાયદો મળી શકશે. બોર્ડર ટુની દર્શકો લાંબા સમયથી રાહજોઇ રહ્યા છે. ફિલ્મમાં સની દેઓલ મુખ્ય રોલમાં યુદ્ધના મોરચા પર જોવા મળશે. ઉપરાંત આ ફિલ્મમાં વરુણ ધવન અને દિલજીત દોસાંઝના સાહસો પણ દર્શકોને માણવા મળશે. વિજય દિવસ ભારતની ૧૯૭૧ના યુદ્ધમાં ઐતિહાસિક વિજય સ્મરણોત્સવ તરીકે મનાવવામાં આવે છે.
ઉપરાંત દેશના સૈનિકોની વીરતા અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.

