શોભિતા ધુલિપાલા માતા બનવાની હોવાની અટકળો છે. તાજેતરમાં તેના સસરા નાગાર્જુનને તમે દાદા બનવાના છો કે કેમ તે વિશે પૂછવામાં આવ્યું હતું. નાગાર્જુને આ વિશે સમય આવ્યે કહીશ તેવો જવાબ આપ્યો હતો. નાગાર્જુને નકારમાં જવાબ આપવાનું ટાળ્યું હતું. તે પરથી ચાહકો ચર્ચા કરી રહ્યા છે કે શોભિતા પ્રેગનન્ટ હોવાની અટકળો કદાચ સાચી છે.

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્ન ડિસેમ્બર ૨૦૨૪માં થયાં હતાં. તે પછી એકથી વધુ વખત શોભિતા માતા બનવાની હોવાની અટકળો પ્રસરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, નાગા ચૈતન્યના પ્રથમ લગ્ન સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. હવે સામંથાએ પણ તાજેતરમાં ડિરેક્ટર રાજ સાથે લગ્ન કરી લીધાં છે.

