BOLLYWOOD : શ્રદ્ધા કપૂર બોયફ્રેન્ડ રાહુલ મોદીની ફિલ્મમાં કામ કરશે

0
35
meetarticle

શ્રદ્ધા કપૂર તેના બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે એક ફિલ્મ માટે કોલબરેશન કરવાની છે. બંને વચ્ચે રિલેશનશિપ બાદ આ પહેલું પ્રોફેશનલ કોલબરેશન હશે. 

શ્રદ્ધાએ તાજેતરમાં એક સંવાદમાં જણાવ્યું હતું કે  રાહુલ મોદી સાથે એક ફિલ્મ કરવાની છે. શ્રદ્ધાએ કહ્યું હતું કે, હું હાલમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છું, જે પુરુ થયા પછી રાહુલ મોદી સાથે એક ફિલ્મ કરવાની છું. આ ફિલ્મ સ્ટાર્ટઅપની દુનિયા પરની ફિલ્મ છે. 

એક રાઈટર તરીકે રાહુલ શ્રદ્ધાની કેરિયર માટે બહુ મહત્વનો સાબિત થાય તેવો રોલ લખશે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે. 

શ્રદ્ધા અને રાહુલ મોદીની લવસ્ટોરી  ૨૦૨૩ની રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના સેટ પરથી શરૂ થઇ હતી. આ પછી ૨૦૨૪માં તે અને રાહુલ જાહેરમાં એક ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ પછી તેમની ડેટિંગની અફવા બળવત્તર બની હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here