BOLLYWOOD : શ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રનાં લાવણી નૃત્યાંગના વિઠાબાઈની બાયોપિકમાં

0
51
meetarticle

શ્રદ્ધા કપૂર દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર સાથે મહારાષ્ટ્રની લાવણી નૃત્યાંગના વિઠાબાઇ નારાયણ ગાંવકરની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે.  ફિલ્મનું ટાઈટલ ‘ઈથા’ હોવાનું જણાવાયું છે. વિઠાબાઈ નારાયણગાંવકરે જે જમાનામાં મહિલાઓ માટે જાહેર પરફોર્મન્સ બહુ મુશ્કેલ ગણાતું  હતું તે સમયે પોતાનાં નૃત્યથી સૌને પ્રભાવિત કર્યાં હતાં. 

તેમને તમાશા સામ્રાજ્ઞાી અને તમાશાની મહારાણી નું બિરુદ પણ મળ્યું હતું. 

ફિલ્મમાં તેમનાં સંઘર્ષ  અને સફળતાની વાતને વણી લેવામાં આવશે. શ્રદ્ધા  કોઈ બાયોપિક કરી રહી હોય તેવું પહેલીવાર બની રહ્યું છે. જોેકે, ફિલ્મની રીલિઝ ડેટ વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here