BOLLYWOOD : શ્રદ્ધાની સતી પ્રથા પરની પહાડપાંગિરાનું આવતાં વર્ષે શૂટિંગ

0
43
meetarticle

શ્રદ્ધા કપૂરે સતી પ્રથા પરની ફિલ્મ ‘પહાડપાંગિરા’ છોડી દીધી હોવાની અટકળો હતી. પરંતુ, હવે  અપડેટ મુજબ શ્રદ્ધાએ ફિલ્મ છોડી નથી અને તે આવતાં વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ કરવાની છે. 

તે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત ક્રિએટિવ પ્રોડયૂસર તરીકે પણ કામ કરશે. ફિલ્મમાં સતી પ્રથાના સંદર્ભમાં ફેમિનિમિઝમનો સબ્જેક્ટ હોવાનું કહેવાય છે. આ ફિલ્મ પણ કેટલીક લોકકથાઓ આધારિત હશે. 

‘તુમ્બાડ’ ફિલ્મ બનાવનારા અનિલ રાહી બર્વે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. 

થોડા મહિના પહેલાં એવી ચર્ચા હતી કે શ્રદ્ધાએ તારીખોની સમસ્યાને કારણે આ ફિલ્મ છોડી દીધી છે. જોકે, હવેની ચર્ચા મુજબ શ્રદ્ધાએ ફિલ્મ છોડી નથી પરંતુ તે તત્કાળ શૂટિંગ કરી શકે તેમ નથી. આથી આ ફિલ્મનું શૂટિંગ શિડયૂલ આવતાં વર્ષના મધ્યભાગમાં ગોઠવાયુું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here