BOLLYWOOD : સંજય કપૂરની પ્રોપર્ટીમાં કરોડોનું કૌભાંડ? માતાએ મૂક્યા પત્ની સામે ગંભીર આરોપ

0
38
meetarticle

સંજય કપૂરની માતા રાની કપૂરે આરોપ લગાવ્યો છે કે, સંપત્તિ વિવાદમાં પ્રિયા સચદેવે કોર્ટ સામે તેમની સંપત્તિ અંગે માહિતી છુપાવી છે. સ્વર્ગસ્થ બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિનો વિવાદ સોમવારે ત્યારે વધુ વકર્યો જ્યારે તેમની માતા રાની કપૂરે પ્રિયા સચદેવ (સંજયની વિધવા) પર ગંભીર આરોપ લગાવ્યા. કરિશ્મા કપૂરના બાળકો પહેલાથી જ પ્રિયા પર સંજયના વસિયતનામા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે અને હવે રાની કપૂરે તેમના પર પ્રોપર્ટીની વાસ્તવિક જાણકારી છુપાવવાનો નવો આરોપ લગાવ્યો છે.

પ્રિયા સચદેવ પર જાણકારી છુપાવવાનો આરોપ

રાની કપૂરે દાવો કર્યો છે કે, સંજયને માત્ર 60 કરોડ રૂપિયા સેલેરી મળે છે, જ્યારે તેના બેંક ખાતામાં માત્ર 1 કરોડથી થોડા વધુ પૈસા બતાવવામાં આવ્યા છે. રાની કપૂરના વકીલ વૈભવ ગગ્ગરે દિલ્હી હાઈકોર્ટમાં આ આરોપો લગાવ્યા હતા. વકીલ દ્વારા રાનીએ આરોપ લગાવ્યો કે, પ્રિયાએ મારા પુત્રની પ્રોપર્ટી વિશે મોટા પાયે માહિતી છુપાવી છે. વકીલે દાવો કર્યો કે, પ્રિયાએ કોર્ટ સામે મહત્વપૂર્ણ નાણાકીય માહિતી છુપાવી છે અને શંકા છે કે પૈસા વિદેશ મોકલી આપવામાં આવ્યા છે. 

રાની કપૂરે પૈસાની ઉચાપતનો લગાવ્યો આરોપ 

રાનીએ પોતાના વકીલ દ્વારા કોર્ટને જણાવ્યું કે, તેણે મોટી વાત છુપાવી છે. આ ઘર (દિલ્હીના રાજોકરી વિસ્તારમાં આવેલું ફાર્મહાઉસ) મારા સ્વર્ગસ્થ પતિ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યાં 50થી વધુ કલાકૃતિઓ છે. સંજય કપૂર પાસે કોઈ જીવન વીમો નહોતો, કોઈ ભાડાની આવક નહોતી અને કોઈ મ્યુચ્યુઅલ ફંડ નહોતું. તેનો પગાર 60 કરોડ હતો, અને અમે કહી રહ્યા છીએ કે તેના ખાતામાં માત્ર 1.7 કરોડ છે. વકીલે આગળ કહ્યું કે, તમે છેલ્લા બે વર્ષની વિગતો માંગી શકો છો, માત્ર કપૂરની જ નહીં પરંતુ ઓપોઝિટ નંબર 1 (પ્રિયા સચદેવ) ની પણ, કારણ કે પૈસાની ઉચાપત થઈ છે. 

વકીલે પ્રિયા સચદેવના દાવા ફગાવી દીધા

રાની કપૂરે પૈસા વિદેશમાં મોકલવામાં આવ્યા હોવાનો દાવો કર્યો અને પ્રિયાના એ દાવાનો વિરોધ કર્યો કે, કપૂર પરિવારમાં પોતાની અંગત સંપત્તિ પોતાની પત્ની માટે છોડી દેવાની પરંપરા છે, જેમ સંજય કપૂરના પિતાએ બધું રાની કપૂર માટે છોડી દીધું હતું. વકીલે પ્રિયાના દાવાને નકારી કાઢ્યો હતો કે કપૂર પરિવારમાં પતિઓ દ્વારા પોતાની અંગત સંપત્તિ પોતાની પત્નીઓને આપવાની પરંપરા છે, પરંતુ એ સાથે જ એ પણ ઉલ્લેખ કર્યો કે, સંજયના પિતાએ પોતાની સંપતિ રાની કપૂર માટે છોડી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here