BOLLYWOOD : સલમાન ખાનનો 10000 કરોડનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન, જાણો ક્યાં ક્યાં ખર્ચાશે આટલા રૂપિયા

0
41
meetarticle

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સલમાન ખાને એક મોટો પ્લાન બનાવ્યો છે. આ કોઈ ફિલ્મ સાથે જોડાયેલો નથી, પરંતુ આ તેનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તેની કંપનીસલમાન ખાન વેન્ચર્સ આવનારા દિવસોમાં 10,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે અને આ મોટી રકમથી સ્પેશિયલ ટાઉનશિપની સાથે જ એક ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્ટુડિયો તૈયાર કરવામાં આવશે. તેલંગાણા રાઈઝિંગ ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે એક્ટર દ્વારા કરવામાં આવી રહેલા રોકાણ અંગેની જાણકારી સામે આવી છે. 

હાઈટેક સુવિધાઓથી લેસ હશે ટાઉનશિપ

અહેવાલ પ્રમાણે સલમાન ખાન વેન્ચર્સ (SKV) દ્વારા તેલંગાણામાં બનાવવામાં આવનાર આ ટાઉનશિપમાં ઈન્ટરનેશનલ લેવલની સુવિધાઓ હશે. તેમાં ચેમ્પિયનશિપ ગોલ્ફ કોર્સ, હાઈ લેવલ એન્ટરટેઈનમેન્ટ સુવિધાઓ, રેસ કોર્સ, નેચર ટ્રેલ્સ અને પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોપર્ટી હશે. આ ઉપરાંત સલમાન ખાનના ફિલ્મ સ્ટુડિયો કોમ્પ્લેક્સને મોટા ફોર્મેટના પ્રોડક્શન, OTT કન્ટેન્ટ, પોસ્ટ-પ્રોડક્શન સુવિધાઓ અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવશે.

સલમાન ખાનની કંપનીએ શું કહ્યું?

સલમાન ખાનની કંપની SKV દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ ટાઉનશિપ અને ફિલ્મ સ્ટુડિયોથી રાજ્યમાં ઈકોનોમિક એક્ટિવિઝને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા, પર્યટનને આકર્ષિત કરવા અને રાજ્યના વ્યાપક અર્બન ડેવલપમેન્ટ રોડમેપમાં યોગદાન આપવાની અપેક્ષા છે. અહેવાલ પ્રમાણે તેલંગાણા રાઈઝિંગ ગ્લોબલ સમિટના પહેલા દિવસે તેલંગાણા સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલા 2.43 લાખ કરોડ રૂપિયાના કરારોમાં સલમાન ખાન વેન્ચર્સનું રોકાણ પણ સામેલ છે.

સલમાન ખાનની આગામી ફિલ્મની વાત કરીએ તો તે અપૂર્વ લાખિયાની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનમાં ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળશે.

ટ્રમ્પની કંપની પણ કરી રહી છે રોકાણ

Salman Khan Ventures ઉપરાંત તેલંગાણામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ પણ રોકાણ કરી રહી છે. અહેવાલ પ્રમાણે TMTG  41,000 કરોડ ખર્ચ કરીને આંતરરાષ્ટ્રીય મીડિયા અને સ્માર્ટ ટેકનોલોજી સેન્ટર સ્થાપિત કરશે.આ ઉપરાંત અન્ય રોકાણકારો અંગે વાત કરીએ તો બ્રુકફિલ્ડ-એક્સિસ વેન્ચર્સ કન્સોર્ટિયમએ પ્રસ્તાવિત ઈન્ડિયા ફ્યુચર સિટીમાં 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ ઉપરાંત GMR ગ્રુપે એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં 15,000 કરોડના રોકાણ માટે એક કરાર કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here