મણિરત્નમના દિગ્દર્શનની આગામી ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જોડી જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ થાય તેવી અટકળ છે. આ ફિલ્મને લઇને અન્ય કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.

રિપોર્ટસની માનીએ તો ફિલ્મસર્જકે એક નાનો પ્રમોશનલ વીડિયો શૂટ કર્યો હતો. ફિલ્મની શૂટિંગના શરૂઆત પહેલા આ પ્રોજેક્ટને ઇન્ટ્રોડયુસ કરવામાં આવશે. ફિલ્મની મુખ્ય ફોટોગ્રાફી જૂન મહિનાની શરૂઆતમાં કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ ફક્ત ૪૦ દિવસના શેડયૂલમાં જ કરવાની યોજના છે.
પ્રોડકશન ટીમે આ ફિલ્મની એક પણ માહિતીની સત્તાવાર ઘોષણા કરી નથી. જોકે પ્રી-પ્રોડકશન કામ ઝડપથી ચાલી રહ્યું છે.

