BOLLYWOOD : સ્ટુડન્ટ ઓફ ધ યર-૩માં શનાયા કપૂર ડબલ રોલમાં

0
11
meetarticle

કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નો ત્રીજો ભાગ ફિલ્મ નહીં પણ ડાર્ક અને બોલ્ડ વેબ સીરિઝ તરીકે દર્શાવવામાં આવશે. સ્ટુડન્ટ ઓફ ધ યર ૩માં શનાયા કપૂર બેવડી ભૂમિકા ભજવતી જોવા મળશે. આ વેબ સિરિઝનું નિર્દેશન રીમા માયા કરી રહી છે.

શનાયા અત્યાર સુધીમાં એક્ટિંગ બાબતે કોઈ છાપ છોડવામાં નિષ્ફળ ગઈ છે. આમ છતાં પણ કરણ જોહરે તેને ડબલ રોલ આપવાનું જોખમ ખેડતાં ચાહકોમાં આશ્ચર્ય સર્જાયું છે.
૨૦૧૨માં આવેલી પ્રથમ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મ દ્વારા વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની એન્ટ્રી થઇ હતી. આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું હતું. એ પછી બીજો ભાગ ૨૦૧૯માં આવ્યો હતો.


શનાયા કપૂરની ફિલ્મ ‘તુ યા મેં ‘આ વર્ષે જ રજૂ થઇ હતી. હવે છ ભાગમાં બની રહેલી તેની વેબ સીરિઝ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૩’ આ જ વર્ષે રીલિઝ કરાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here