BOLLYWOOOD : આલિયા અને શર્વરીની ફિલ્મની રીલિઝ બીજીવાર પાછળ ઠેલાઈ

0
27
meetarticle

આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ની રીલિઝ વધુ એક વખત પાછળ ઠેલાઈ છે. હવે આ ફિલ્મ આગામી જુલાઈમાં ૧૦મી તારીખે રજૂ કરવામાં આવશે. 

મૂૂળ આ ફિલ્મ આગામી એપ્રિલમાં રીલિઝ થવાની હતી. જોકે, તે વખતે સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ તથા આ ફિલ્મ ટિકિટબારી પર ટકરાય તેવી સંભાવના હતી. હવે ફિલ્મ વધુ એકવાર પાછળ ઠેલાતાં આ શક્યતા ટળી છે. 

‘આલ્ફા’ લાંબા સમયથી તૈયાર હોવાનું કહેવાય છે. મૂળ તેને ગત નાતાલ વખતે રીલિઝ કરવાનું નક્કી કરાયું હતું. બાદમાં તેની રીલિઝ પાછળ ઠેલાઈને એપ્રિલ ૨૦૨૬ નક્કી કરાઈ હતી. અલ્ફા ૧૦-૦૭-૨૦૨૬ના રોજ રિલીઝ કરવામાં આવશે. રણવીર સિંહની સ્પાય ફિલ્મ ‘ધુરંધર’ સુપરહિટ થઈ પછી તેના વાસ્તવદર્શી  ચિત્રણ સામે યશરાજ ફિલ્મસનું સ્પાય યુનિવર્સ વધારે પડતું ગ્લેમરસ અને આડંબર ધરાવતું હોવાની ટીકાઓ સોશિયલ મીડિયા પર થતી રહી છે. 

આ સંજોગોમાં આદિત્ય ચોપરાનો પોતાનાં સ્પાય યુનિવર્સને આગળ વધારવાનો આત્મવિશ્વાસ ડગી ગયો હોવાનું કહેવાય છે. ‘ધુરંધર’ની સફળતા બાદ તેણે આ ફિલ્મમાં કેટલાય ફેરફારો પણ કરાવ્યા હોવાનું કહેવાય છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here