BOLOLYWOOD : તુમ્બાડ ટુ માટે અક્ષય ખન્ના તથા નવાઝુદ્દિનને ઓફર

0
12
meetarticle

: બહુ વખણાયેલી ફિલ્મ ‘તુમ્બાડ’ની સીકવલ બની રહી હોવાની ચર્ચા લાંબા સમયથી છે. જોકે, હવે આ સીકવલ ફરી ટ્રેક પર આવી હોવાનું કહેવાય છે. અક્ષય ખન્ના તથા નવાઝુદ્દિન સિદ્દિકીને આ ફિલ્મમાં રોલની ઓફર કરાઈ હોવાનું જાણવા મળે છે.

મૂળ ફિલ્મ કરતાં સીકવલને વધારે મોટાં બજેટ સાથે વિશાળ સ્કેલ પર બનાવવાનું પ્લાનિંગ છે. એટલે જ આ બે કલાકારોને તેમાં રોલ ઓફર કરાયા છે. જોકે, બનેએ હજુ સુધી આખરી સંમતિ આપી છે કે કેમ તે તત્કાળ જાણવા મળ્યું નથી.

ફિલ્મની ટીમ દ્વારા હજુ સુધી કાસ્ટિંગ કે શૂટિંગ પ્લાનિંગ વિશે કોઈ સત્તાવાર વિગતો અપાઈ નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here