બોટાદમાં શખ્સે કરિયાણાનો માલ સામાન ખરીદી પૈસા નહીં આપી દુકાનદારને ગાળો આપી છરી વડે હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બોટાદના સાળંગપુર રોડ પર આવેલ રાજીવનગરમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા દિનેશભાઈ આણંદભાઈ ચાંચિયા પોતાની કરિયાણાની દુકાને બેઠા હતા તે દરમિયાન વિજય કાંતિભાઈ મકવાણા અને તેની માતા મણીબેન કરિયાણાના સામાનની ખરીદી કરવા માટે આવ્યા હતા અને કરિયાણાનો માલ સામાન ખરીદી તેમની માતા મણીબેન જતા રહ્યા હતા તેવામાં દિનેશભાઈએ વિજય પાસે કરિયાણાના અને અગાઉના બાકી રૂપિયાની માંગણી કરતા વિજય અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને કહેલ કે તારા પૈસા આપવાના નથી તારે જે થાય તે કરી લેજે તેમ કહી ગાળો આપી છરી વડે દિનેશભાઈને ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે દિનેશભાઈએ વિજય વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ કરી છે.

