બોટાદ જિલ્લાના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જણાવેલ કે 15 દિવસ પહેલા મારી સાસરીમાં ઝઘડો થતાં હું મારા પિયરમાં આવતી રહેલ આજ રોજ મારા પતિ આવી ને મને જાણ બહાર બાળક ને લઈ ને જતા રહ્યા છે તેથી મદદ માટે 181 વાન ની જરૂર છે

181 ટીમ ને માહિતી મળતા જ કાઉન્સેલર સોંડાગર જલ્પાબેન મહિલા પો.કોન્સ્ટેબલ ઝાઝરુકિયા હિરલબેન પાયલોટ જમોડ હરેશભાઈ બનાવના સ્થળ પર પહોંચેલ ત્યા 112 ટીમ ના પો.કોન્સ્ટેબલ જયેશભાઈ ચૌહાણ,કિશનભાઈ ઘટના સ્થળ પર મહિલા ની મદદ માટે હાજર હતા રૂબરૂ 181 અને 112 ટીમ દ્વારા મહિલા ને મળીને કુશળ કાઉન્સેલિંગ કરતા ફરિયાદ મા જણાવેલ કે તેમના લગ્ન ને 2 વર્ષ જેટલો સમયગાળો થયેલ સંતાનમાં એક દોઢ માસનું બાળક છે મારા સાસુ કામ બાબતે બોલતા હોય અને પતિ મારા સાસુ તરફ બોલતા હોય છે 15 દિવસ પેહલા પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા હું મારા પિયર આવતી રહેલ મારા પતિ આજ રોજ બાળક ને રમાડવા તેમના માતા-પિતા ના ઘરે આવેલ અને મારી જાણ બહાર બાળક ને લઈ ને મારી સાસરીમાં જતા રહેલ મહિલા ને બાળક ની ચિંતા હોય બાળક દોઢ માસનું અને સ્તનપાન કરતું હોવાથી બાળક ને માતા ની જરૂર હોવાથી મદદ માટે 181 અને 112 વાન બોલાવેલ.181 અને 112 ટીમ એ મહિલાના સાસરી પક્ષના સભ્યોને સમજાવેલ કે બાળક પર માતા- પિતા બંનેનો હક હોય છે પરંતુ આમ,ઘરેલું ઝઘડાના કારણે દોઢ માસના બાળકને તેની માતા થી અલગ કરવી તે યોગ્ય નથી બાળક સ્તનપાન કરે છે તેથી હાલ બાળકને તેને માતાની જરૂર છે જેથી બાળકને માતા પાસે જ રાખવુ જોઈએ પીડિતા ના પતિ અને સાસરી પરિવાર ને સમજાવેલ ઝઘડાનું સમાધાન કરાવેલ અને સાસરી પક્ષે એ રાજી ખુશીથી બાળક સોંપી દીધેલ.મહિલા ને તેમનું દોઢ માસનું બાળક પરત મળતા મહિલાએ આનંદની લાગણી વ્યક્ત કરી 181 અભયમ અને 112 ટીમ નો આભાર વ્યક્ત કરેલ..
REPOTER :વિપુલ લુહાર
