બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્ર ની રાજ્ય સરકાર ના આદિજાતિ વિકાસ,ખાદી કુટીર અને ગ્રામોધોગ ના કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલ એ મુલાકાત લીધી. મુનિશ્રી સંતબાલજી પ્રેરીત ખાદી ગ્રામોધોગમા ઉની વણાટ, કાંતણ તથા ઉની હોજયરી, સિલાઇ કેન્દ્રની ખાદી કુટીર અને ગ્રામોધોગનો વિસ્તારથી કેમ્પસમાં કામ કરતા બહેનોની કામગીર નિહાળી મંત્રી નરેશભાઇ પટેલ બહેનો સાથે વાર્તાલાપ કરી બહેનોને પ્રોત્સાહીત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી નરેશભાઈ પટેલે રાણપુર ખાદી કેન્દ્રની મુલાકાત દરમિયાન ખાદી કેન્દ્રના તમામ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી અને રાણપુરની આ ખાદી સંસ્થાના જે ખાદીનું ઉત્પાદન કરવામાં આવે છે વિવિધ પ્રકારના જે વસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવે છે તેની વિગતવાર સચોટ માહિતી મેળવી હતી અને રાણપુર ખાદી સંસ્થાની કામગીરી જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા.રાણપુર ખાદી કેન્દ્રની મુલાકાત દરમિયાન મંત્રી દ્વારા બહેનોને મળતી રોજગારી ઉની સ્વેટર, શાલ દ્વારા ઉર્જા વિકાસ નિગમ દ્વારા વુલનજર્શી ની કામગીરી જેમાં વડાપ્રધાન આત્મનિર્ભર ભારત તથા સ્વદેશી ઉત્પાદન દ્વારા મળતી રોજગારીની પ્રજાસા કરેલી જેમાં સરકારી તંત્ર દ્વારા ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ તથા કે.વી.આઇ.સી. દ્વારા મળતી સહાય નો બહેનોને લાભ મળી રહ્યો છે.રાણપુર ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસંગ ડાભી દ્વારા મંત્રી નરેશભાઈ પટેલ નું અભિવાદન કરવામાં આવ્યુ હતુ અને મંત્રી નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.આ સમયે બરવાળા પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરી, રાણપુર મામલતદાર કે.બી.ગોહિલ તેમજ બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, રાણપુર ભાજપ આગેવાનો હીરાભાઈ ખાણીયા,મનસુખભાઈ મેર,નરેશભાઈ જાંબુકિયા, અરુણભાઈ શુકલ,જેશાભાઈ સભાડ,પ્રકાશભાઈ મકવાણા,ઈકબાલભાઈ પાયક(લક્કડભાઈ),બાપલભાઈ પાયક,બીસુભા પરમાર સહીત રાણપુર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…
Repoter :વિપુલ લુહાર,રાણપુર

