BOTAD : રાણપુરમાં પાળીયાદ ચોકડી પાસેથી મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો..

0
49
meetarticle

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના મામલતદાર કે.બી.ગોહીલ અને રાણપુર તાલુકા પુરવઠા વિભાગની ટીમે રાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી બિન અધિકૃત સરકારી અનાજ નો જથ્થો ઝડપી લઈ કડક કાર્યવાહી કરી છે

.તપાસ દરમિયાન સામે આવ્યું કે એક વેપારી પરવાનગી વિના સરકારી અનાજનો સંગ્રહ અને પરિવહન કરી રહ્યો હતો.આ કાર્યવાહી અંતર્ગત 525 કીલો ઘઉં રૂ.14,700 અને 598 કીલો ચોખા રૂ.16,146,વજન કાંટો 1200 રૂપિયા સહિત અનાજનો જથ્થો તેમજ અનાજ પરિવહન માટે વપરાતું મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન નંબર GJ13 AX 0434 જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા અનાજ અને વાહનની કુલ કિંમત રૂ.3,82,046 નો મુદ્દામાલ જપ્ત કરી મામલે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 અને તેના નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જપ્ત કરાયેલ અનાજનો જથ્થો રાણપુર સરકારી ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યો છે.જ્યારે વાહન રાણપુર પોલીસને સોંપવામાં આવ્યું છે.જ્યારે આ મામલે રાણપુર મામલતદાર કે.બી.ગોહિલ તેમજ રાણપુર તાલુકા પુરવઠા વિભાગે જણાવ્યુ છે કે સરકારી અનાજના ગેરવપરાશ, કાળા બજાર અથવા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આવનારા દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે…

REPOTER :વિપુલ લુહાર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here