શનિવાર એટલે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે. શનિવારે વિદ્યાર્થીઓને અવનવું શીખવી શકાય અને નવી જાણકારી આપી શકાય તેવા ઉમદા હેતુથી શ્રી મુક્તજીવન સ્વામી બાપા નગર પ્રાથમિક શાળા નંબર 19 બોટાદના શિક્ષક હર્ષાબેન રાવળ દ્વારા દોરા મિલ વિદ્યાર્થીઓને મુલાકાત કરાવવામાં આવી હતી.

દોરા મિલની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને દોરા કઈ રીતે બનાવવામાં આવે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. દોરા મીલ જોયા બાદ વિદ્યાર્થીઓએ મેળવેલ માહિતી અંગે અહેવાલ લેખન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પણ નવી માહિતી મેળવીને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે વિદ્યાર્થીઓને કાંઈક નવું જ શીખવવા માટે શ્રી મુક્તજીવન સ્વામી બાપા નગર પ્રાથમિક શાળા નંબર 19 બોટાદના શિક્ષક હર્ષાબેન રાવળ દ્વારા બાળકોને અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે.
REPOTER : (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ

