ગુજરાતમાં મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં બાઉન્સર્સ રાખવામાં આવે છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે અનેક વખત બાઉન્સર્સ સાથે વિવાદો થતા હોવાના બનાવો સામે આવે છે. દર્દીઓ સાથે દાદાગીરીથી વર્તન કરતા બાઉન્સર રાજથી અનેક સવાલો ઉભા થયા હતાં. ત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં એક બાઉન્સરે દર્દીને લાફો મારી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બાઉન્સરે દર્દીને લાફો માર્યાનો પરિવારજનોનો આક્ષેપ
અમદાવાદની અસારવા સિવિલમાં સુરક્ષા માટે રાખેલા બાઉન્સરો દર્દીઓ સાથે અણછાજતુ વર્તન કરતા હોય છે. ઘણી વખત દર્દીઓ સાથે મારપીટ સુધીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે એક બાઉન્સર દ્વારા દર્દીને લાફો મારી દેવાનો બનાવ સામે આવ્યો હતો. હોસ્પિટલમાં દર્દીના સગાએ વીડિયો બનાવી બાઉન્સરે દર્દીને ફટકાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. બાઉન્સરને દર્દી પર હાથ ઉપાડવાનો અધિકાર કોણે આપ્યો, હોસ્પિટલમાં દર્દી સાથે આવી હિંસા થવી યોગ્ય છે ખરી આવા અનેક સવાલો ઉભા થયા હતાં.


