BREAKING NEWS : ગોધરામાં કરુણ ઘટના : મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત

0
39
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર-2 વિસ્તારમાં શુક્રવારે (21 નવેમ્બર) વહેલી સવારે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા છે.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, મકાનમાં આગ લાગ્યા બાદ ગૂંગળામણના કારણે દોષી પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. જેમની ઓળખ 50 વર્ષીય કમલભાઈ દોષી, 45 વર્ષીય દેવલબેન દોષી, 24 વર્ષીય કમલ દોષી અને 22 વર્ષીય રાજ દોષી તરીકે થઈ છે. મૃતક કમલ દોષી જ્વેલર્સનો વ્યવસાય કરતા હતા. આ કરૂણ ઘટનાથી જૈન સમાજ સહિત સમગ્ર ગોધરા શહેરમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

સગાઈ માટે વાપી જવાનો હતો પરિવાર

દુઃખદ વાત એ છે કે, આજે જ મૃતક પુત્ર દેવ કમલ દોષીની સગાઈ માટે આ પરિવારને વાપી જવાનું હતું. પરંતુ સગાઈના પ્રસંગ પહેલા જ આખા પરિવારે અગ્નિકાંડમાં જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી.

 પોલીસે હાથ ધરી તપાસ

આગની ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી હતી, જ્યારે પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખેસડ્યા છે. જોકે, હજુ સુધી મકાનમાં આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here