BREAKING NEWS : ચૂંટણી પંચની મોટી જાહેરાત: દેશના 12 રાજ્યોમાં શરૂ થશે SIRનો બીજો તબક્કો

0
55
meetarticle

દેશભરમાં SIR પ્રક્રિયા હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મોટી જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે, ‘SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)નો બીજો તબક્કો 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવનાર છે.’

દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘આજે અમે અહીં SIRના બીજા તબક્કાની શરૂઆતની જાહેરાત માટે આવ્યા છીએ. 12 રાજ્યોની મતદાર યાદીના SIRનો બીજો તબક્કો શરૂ કરાઈ રહ્યો છે. આ તબક્કામાં મતદાર યાદીના અપડેશન, નવા મતદારોના નામ જોડવા અને ખામીઓ સુધારવાનું કામ કરાશે. હું બિહારના મતદારોને શુભેચ્છા આપું છું અને તે 7.5 કરોડ મતદારોને નમન કરું છું, જેમણે આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નીભાવી અને તેને સફળ બનાવી.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘ચૂંટણી પંચ દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરીને પ્રક્રિયા પર વિસ્તારથી ચર્ચા કરી.’

અત્યાર સુધીમાં દેશમાં 1951 થી 2004 વચ્ચે 8 વખત SIR થયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘રાજકીય પક્ષોએ અનેક વખત મતદાર યાદીની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here