BREAKING NEWS : સંસદમાં આર્થિક સર્વે રજૂ: AI અને સોના-ચાંદીનો ઉલ્લેખ, GDP 6.8થી 7.2 ટકા રહેવાનું અનુમાન

0
14
meetarticle

સંસદ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વે 2026 રજૂ કર્યું. સરકારનો દાવો છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. નોંધનીય છે કે દર વર્ષે બજેટ પહેલા સરકાર દ્વારા આર્થિક સર્વે રજૂ કરાય છે. દસ્તાવેજમાં આખા વર્ષની દેશની આર્થિક સ્થિતિનો સાર બતાવવામાં આવે છે, તથા આગામી સમયની સંભાવનાઓનો પણ ઉલ્લેખ કરાય છે.

નિર્મલા સીતારમણ નવો રેકોર્ડ બનાવશે

નિર્મલા સીતારમણ ભારતમાં સતત નવ બજેટ રજૂ કરનારા પ્રથમ નાણાંમંત્રી બનશે. તેઓ આગામી પ્રથમ ફેબ્રુઆરીએ મોદી સરકારનું 15મું બજેટ રજૂ કરશે. સંસદમાં બજેટ સત્ર કુલ 65 દિવસ ચાલશે. 28 જાન્યુઆરીએ શરૂ થયેલું આ સત્ર બે તબક્કામાં ચાલશે. આ સત્ર 13 ફેબ્રુઆરીએ સ્થગિત થયા બાદ 9 માર્ચે ફરી શરૂ થશે.

કેન્દ્ર સરકારના આર્થિક સર્વેમાં 2026-27 વર્ષમાં GDP ગ્રોથ રેટ 6.8 ટકાથી 7.2 ટકા રહેવાનું અનુમાન છે. આ તેજી પાછળનું સૌથી મોટું કારણ દેશમાં વધી રહેલી વસ્તુઓ અને સેવાઓની મજબૂત માંગ માનવામાં આવે છે. આ વખતના આર્થિક સર્વેમાં પહેલીવાર AI માટે એક અલગ પ્રકરણ રાખવામાં આવ્યું છે.

આર્થિક સર્વે: મુખ્ય મુદ્દાઓ

આ વર્ષના આર્થિક સર્વેમાં કુલ 16 પ્રકરણો રાખવામાં આવ્યા છે

આ વખતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે એક આખું અલગ પ્રકરણ ફાળવવામાં આવ્યું છે

આર્થિક સર્વેક્ષણમાં સોના અને ચાંદી અંગે પણ ખાસ નોંધ લેવામાં આવી છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here