અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ખેડામાં નડિયાદ પાસે અકસ્માત સર્જાયો છે. જ્યાં એક ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી. જે કારણે કારમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ અકસ્માત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો હતો.

અકસ્માત બાદ કારમાં આગ લાગી
ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં નડિયાદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી. જે કારણે અકસ્માત સર્જાયો હતો. ખેડાના નડિયાદ પાસે થયેલા આ અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. જે કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો છે.
વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રાફિકને થર્ડ લેન્ડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો
આ ઘટનાની જાણ નડિયાદ ફાયર ટીમને કરવામાં આવતા ટીમ તાત્કાલિકધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર ભારે જહેમતે બાદ કાબુમાં લેવામાં આવી હતી. આ કારમાં સવાર થઈને પાંચ લોકો વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, જે દરમિયાન નડિયાદ પાસે તેમને અકસ્માત નડ્યો હતો. આ પરિવાર છોટાઉદેપુર લગ્નમાં ગયો હતો, જ્યાંથી પરત ફરતા સમયે આ ઘટના ઘટી હતી. આ ઘટના બાદ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રાફિકને થર્ડ લેન્ડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો આવ્યો હતો.એક્સપ્રેસ હાઈવે ટીમની સમય સૂચકતા અને સમય પર પહોંચવાના કારણે કારમાં સવાર તમામ વ્યક્તિઓનો જીવ બચ્યો હતો.

