અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) ઇન્કમ ટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ઇમેલ મારફતે કોર્ટના ઈમેલ પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી હતી. ઇમેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ દ્વારા કોર્ટમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. પોલીસે હાલ સાયબર ટીમોની મદદથી ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો તેની પણ તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે આ પહેલા 17 ડિસેમ્બરના રોજ અમદાવાદની 8 સ્કૂલમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ શાળામાં શિક્ષણ કર્યા મુલતવી રાખવામાં આવ્યું હતું. પણ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.મહત્વનું છે કે આ પહેલા 17 ડિસેમ્બરના રોજ અમદાવાદની 8 સ્કૂલમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ શાળામાં શિક્ષણ કર્યા મુલતવી રાખવામાં આવ્યું હતું. પણ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

