BREAKING NEWS : ગાંધીનગરમાં ડમ્પરે બાઈક પર જતાં બે લોકોને ફંગોળ્યા, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત

0
8
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગાંધીનગરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (છઠ્ઠી ફેબ્રુઆરી) ગાંધીનગરના વ્યસ્ત એવા ચ-6 સર્કલ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં બાઇકચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, ઘટના સમયે ડમ્પર ચ-5 સર્કલ પાસેથી ટર્ન લઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલી બાઇક ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં બે લોકો ફંગોળાતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here