અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની ખોટ સર્જાઈ છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. ભારત સરકારે ગેસ સિલિન્ડર બુક કરવાનો સમયગાળો વધારીને 25 દિવસનો કર્યો છે. જે બાદ હવે આખા દેશમાં ESMA કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

ઘરેલુ ગેસ, પેટ્રોલ અને ડીઝલની પુરવઠો લોકોને મળી રહે તે માટે સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા નેચરલ ગેસ માટે Essential Commodities Act લાગુ કર્યો છે.
આ કાયદાનો અર્થ શું છે?
– પેટ્રોલ અને ગેસનો પુરવઠો કોઈ રોકી શકશે નહીં. સરકાર નક્કી કરશે કે ક્યાં અને કેટલો જથ્થો મોકલવો.
– દરેક વિસ્તાર અને નાગરિકને સમાન રીતે ઈંધણ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
– જે વેપારીઓ કે એજન્સીઓ નફાખોરી કરવા માટે તેલ કે ગેસનો સ્ટોક કરશે, તેમની સામે ગુનો દાખલ થશે.
‘કાળાબજાર પર રોક’
સરકારે ઘરેલુ ગ્રાહકોના હિતોને સુરક્ષિત રાખવા માટે એલપીજી પર નિયંત્રણ અને કડક નિયમો લાગુ કર્યા છે. નવી નીતિ મુજબ, કોઈપણ ગ્રાહક 25 દિવસ પૂર્ણ થાય તે પહેલાં નવો સિલિન્ડર બુક કરી શકશે નહીં. આનો મુખ્ય હેતુ સંકટની સ્થિતિમાં ગેસની જમાખોરી અને કાલાબજારીને રોકવાનો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલુ સપ્લાયને અસર થવા દેવામાં નહીં આવે અને રિફાઇનરીઓને સ્થાનિક માંગ પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે.

