અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સી.જી. રોડ પર પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના બની છે. પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળ પર આગ લાગવાની માહિતી મળતા જ ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. હાલ આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી. આગના ગોટેગોટા દેખાતા આસપાસના લોકોમાં ડરનો માહોલ દેખાયો છે.વિસત ગાંધીનગર હાઇવે પર 4D મોલની સામે આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગનો બનાવ બન્યો છે. હાલ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક બિલ્ડિંગનું કોમ્પલેક્ષ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ફાયર વિભાગ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે.

બીજા માળે આવેલા એક શૉ રૂમમાં આગ લાગી હતી. માલાન-સામાન બળીને ખાક થઈ જતાં વેપારીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

