અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો દિવસ અત્યંત વ્યસ્ત કાર્યક્રમ ધરાવે છે, જેમાં તેઓ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના દિવસની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી થશે અને તેનો અંત દિલ્હીમાં યુવા સંવાદ સાથે થશે.

વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરની સાથે પતંગ ચગાવ્યો
ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ
વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક રિવરફ્રન્ટ પર પહોંચી ગયા છે. હવે અહીં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેવિદેશથી 50 દેશના 135 પતંગબાજો ભાગ લેવાના છે. દેશના 13 રાજ્યો તથા ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગરસીયાઓ પણ અહીં આવી પહોંચ્યા છે. હાલમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર પણ અહીં હાજર છે.
રિવરફ્રન્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
કાઈટ ફેસ્ટિવલમાં સુરક્ષા વ્યવસ્થાનું આકલન કરવા માટે પોલીસ કમિશનર જી.એસ.મલિક રિવરફ્રન્ટ આવી પહોંચ્યા હતા. થોડીવારમાં સાબરમતી આશ્રમની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ પણ અહીં આવી પહોંચશે.

