BREAKING NEWS : દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારમાં AQI 400 પાર, ચાંદની ચોકથી વજીરપુર સુધી હાલત ખરાબ

0
52
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) દિલ્હીમાં શનિવારે સવારે ખૂબ જ ધુમ્મસજોવા મળી. રાજધાનીની હવાની ગુણવત્તા(Air Quality) સતત કથળી રહી છે, પરિણામે શનિવારે સવાર સુધીમાં તે ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયો હતો. આ પ્રદૂષણની સાથે, ધુમ્મસે પણ આજે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં AQIમાં થોડો સુધારો નોંધાયો હતો, પરંતુ શનિવાર આવતા જ આ આંકડો ફરીથી બગડ્યો અને દિલ્હીનો AQI 387 નોંધાયો.

AQI ફરી 307 થતાં સ્થિતિ બગડી 

સતત નવ દિવસ સુધી ‘બહુ જ ખરાબ’ હવા પછી રાજધાનીમાં મંગળવારે થોડી રાહત હતી. જ્યારે સરેરાશ AQI ઘટીને 282 થયો અને ‘ખરાબ’ શ્રેણીમાં આવ્યો. બુધવારે સ્થિતિમાં થોડો વધુ સુધારો થયો અને AQI 259 નોંધાયો, પરંતુ ગુરુવારે ફરી બગડીને 307 થઈ ગયો અને શુક્રવારે વધીને 349 પર પહોંચી ગયો. શનિવારે પ્રદૂષણનું સ્તર વધુ વધ્યું, જેના કારણે શહેર ફરીથી ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયું છે.

18 વિસ્તારોમાં AQI 400 પાર

દિલ્હીની આ ગંભીર સ્થિતિની અસર 18 વિસ્તારોમાં જોવા મળી હતી. વજીરપુર (443), જહાંગીરપુરી (439), વિવેકવિહાર (437), અશોક વિહાર (431), નહેરુનગર (421), ચાંદનીચોક (412) જેવા અન્ય 18 વિસ્તારોમાં AQI 400 પર પહોંચી ગયો.

ખરાબ હવામાનના કારણે IGI એરપોર્ટ પર એલર્ટ જાહેર

સવારના સમયે હળવા ધુમ્મસની સાથે ગાઢ સ્મોગ ઘણા વિસ્તારોમાં છવાયેલો રહ્યો, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. આના લીધે બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારીઓથી પીડિત લોકો માટે સ્વાસ્થ્યનું જોખમ વધી ગયું છે. તેમજ ખરાબ હવામાનના કારણે દિલ્હીના IGI એરપોર્ટ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં વિઝિબિલિટી ઘણી ઓછી છે.

ઝેરી હવાના કારણે થતા નુકસાન

ડૉક્ટર્સએ ચેતવણી આપી છે કે આ ઝેરી હવા ગંભીર શ્વાસની સમસ્યાઓ પેદા કરી રહી છે, અસ્થમાના કેસ વધારી રહી છે, હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ પણ વધારી રહી છે, અને એટલું જ નહીં, તે ડાયાબિટીસ તથા હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન કંટ્રોલ)ને પણ અસર કરી રહી છે. ડૉક્ટર્સએ ખાસ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી આવી હવામાં રહેવાથી બાળકોના ફેફસાંને પણ નુકસાન થઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here