અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં આશરે 40 કિલોગ્રામ વિસ્ફોટકોથી ભરેલુ એક લાંબા અંતરનું રોકેટ જપ્ત કરાતા આ વિસ્તારમાં દહેશત ફેલાઇ છે.સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં ચુરાચંદપુર, કાંગપોકમી અને ઇમ્ફાલ પશ્ચિમ એમ ત્રણ જિલ્લાઓમાંથી મોટી માત્રામાં હથિયારો, દારુગોળો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યાં છે.

ચુરાચાંદપુર જિલ્લામાં શોધખોળ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ લગભગ 40 કિલોગ્રામ વિસ્ફોટકોથી ભરેલ એક લોંગ રેન્જ રોકેટ, રોકેટ લોન્ચીંગ સ્ટેન્ડ, બેટરી પીસની સાથે પાંચ બોરી રેતી મળી આવી હતી. અધિકારીઓ અનુંસાર હાલમાં જપ્ત કરેલ રોકેટ સુરક્ષાદળોની સૌથી મોટી સફળતા છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહથી રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ અભિયાન રાજ્યમા હથિયારોની દાણચોરી રોકવા સાથે શાંતિ જાળવી રાખવા ચલાવવામાં આવી રહ્યું છે.સરહદ કે પહાડી વિસ્તારોમાંથી ગેરકાયદે સમુહોની ગતિવિધી પર રોક માટે આ અભિયાન મહત્વનું માનવામાં આવે છે.
જ્યાંથી હથિયારો આવવાની સંભાવના વધુ રહે છે તે દરેક સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનમાં સુરક્ષાદળોને સફળતા મળી રહી છે.

