BREAKING NEWS : મુંબઈના ગોરેગાંવમાં મકાનમાં લાગી ભીષણ આગ, શ્વાસ રુંધાતા મહિલા સહિત 3ના મોત

0
47
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ સ્થિત ભગતસિંહ નગરમાં શનિવારે, 10 જાન્યુઆરીએ વહેલી સવારે લગભગ 3 વાગ્યે એક ઘરમાં આગ લાગવાની દુઃખદ ઘટના બની હતી. આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ગૂંગળામણને કારણે મૃત્યુ થયા છે, જેમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

આગ કાબૂમાં પણ પરિવાર હોમાયો 

ઘરમાં આગ લાગવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ઘરમાં સૂઈ રહેલા ત્રણ લોકોને બચાવી શકાયા ન હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ગૂંગળામણને કારણે એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે.

મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગને આગ લાગ્યાની જાણ સવારે 3:06 વાગ્યે મળી હતી. વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે ઘરમાં આગ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પરના વીજળીના વાયરોમાં લાગી હતી, જે બાદ તે ઘરમાં રાખેલા અન્ય સામાન સુધી ફેલાઈ ગઈ હતી. વિભાગે વધુમાં જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પહેલાં, સ્થાનિક લોકોએ ડોલથી પાણી નાખીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા વીજળીનો પુરવઠો કાપી નાખ્યો હતો.

ઘરમાં હાજર ત્રણેય લોકોને ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ હર્ષદા પાવસ્કર (19), કુશલ પાવસ્કર (12) અને સંજોગ પાવસ્કર (48) તરીકે થઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here