BREAKING NEWS : સોલંકીપુરા ગામ નજીક ડમ્પરે બાઈક અને બે બસને અડફેટે લીધી, બસ પલટી ગઈ ૪૦ મુસાફરોનો બચાવ

0
40
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) દહેગામ રોડ પર આવેલા સોલંકીપુરા ગામ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે કાબૂ ગુમાવતા એક બાઈક અને બે બસોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોડાસા રૃટની એક એસ.ટી. બસ રોડ પર પલટી મારી ગઈ હતી. સદનસીબે, સ્થાનિકોની સમયસૂચકતાને કારણે બસમાં સવાર તમામ ૪૦ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામ-મોડાસા હાઈવે પર સોલંકીપુરા ગામ નજીક સિંગલ પટ્ટી રોડ પર ઝાડ ટ્રીમિંગની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરીને કારણે રોડ પર ટ્રાફિક ધીમો પડયો હતો અને વાહનોની લાઈનો લાગી હતી, જેમાં બે એસ.ટી. બસો પણ ઊભી હતી. ટ્રાફિક ધીમો હોવા છતાં, એક બાઈક ચાલકે ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે પહેલા ઓવરટેક કરી રહેલા બાઈકને અડફેટે લીધું હતું. બાઈકને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને રોડ પર ઉભેલી બે બસોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કરને કારણે મોડાસા રૃટની મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પલટી ખાઈને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. બસ પલટી જતાં જ મુસાફરોમાં ચીસાચીસ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતનો અવાજ અને મુસાફરોની બૂમો સાંભળીને સોલંકીપુરા ગામના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી શરૃ કરી દીધી હતી અને પલટી ગયેલી બસમાંથી તમામ મુસાફરોને બહાર કાઢયા હતા. સ્થાનિકોની આ સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને તમામ ૪૦ મુસાફરોનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં નાની-મોટી ઈજા પામેલા મુસાફરોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here