અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) હિમાચલના સિરમોરમાં ખાનગી બસ ખીણમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. જેમાં 8 લોકોના મોત થયા છે. સિરમૌર જિલ્લાના હરિપુરધારમાં એક ખાનગી બસ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, અને બચાવ કામગીરી ચાલુ છે. કુપવીથી શિમલા જઈ રહેલી બસ હરિપુરધાર નજીક એક ખાડામાં પડી ગઈ.

આઠના મોત થયા છે- એસપી, સિરમૌર
સ્થાનિક લોકો ઘાયલોને રસ્તા પર લાવી રહ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સંપૂર્ણપણે નાશ પામી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સિરમૌરના પોલીસ અધિક્ષક (SP) એન.એસ. નેગી ઘટનાસ્થળે દોડી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે અંદાજે આઠ લોકોના મોત થયાના અહેવાલ છે. પોલીસ બચાવ કામગીરીમાં જોડાઈ છે.
બસમાં 30-35 લોકો હતા સવાર
સિરમૌરના પોલીસ અધિક્ષક (SP) નિશ્ચિંત સિંહ નેગીએ જણાવ્યું હતું કે કુપવીથી શિમલા જતી એક ખાનગી બસ સિરમૌર જિલ્લાના હરિપુરધાર પાસે રસ્તા પરથી પડી જતાં આઠ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. બસમાં 30-35 લોકો સવાર હતા. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું. પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

