અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ભારતના 12 રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયાને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફૉર્મ ભરવાની પ્રક્રિયા 11મી ડિસેમ્બર સુધી ચાલશે અને તે પછી 16મી ડિસેમ્બરે મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરાશે. નોંધનીય છે કે અગાઉ SIRની પ્રક્રિયા ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર રાખવામાં આવી હતી. જોકે હવે ચૂંટણી પંચે નવો કાર્યક્રમ જાહેર કર્યો છે.

કયા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહી છે SIRની પ્રક્રિયા?
ગુજરાત, આંદામાન નિકોબાર ટાપુ, છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પોંડિચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ.
SIRનો નવો કાર્યક્રમ
1. એન્યુમરેશન પિરિયડ ( ઘરે ઘરે જઈને ખરાઈ કરવી ) 11 ડિસેમ્બર, 2025 સુધી
2. મતદાન કેન્દ્રોનું પુનર્ગઠન
11 ડિસેમ્બર, 2025 સુધી
3. કંટ્રોલ ટેબલ અપડેટ કરી ડ્રાફ્ટ રોલ તૈયાર કરવો
12 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર
4. ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલનું પ્રકાશન
16 ડિસેમ્બર
5. વાંધા અરજી દાખલ કરવાની સમય સીમા
16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી
6. નોટિસ ફેઝ
16 ડિસેમ્બરથી 7 ફેબ્રુઆરી
નોંધનીય છે કે ડેડલાઈનમાં વધારો થવાના કારણે જેમને ફૉર્મ ભરવાના બાકી છે તેમને વધુ સમય મળશે તથા BLOને પણ કામના ભારણમાંથી થોડી રાહત મળશે જેથી તેમને સ્થળ પર જઈ વેરિફિકેશન કરવામાં વધુ સમય અને સરળતા રહેશે.

