BREAKING NEWS : કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઈજાગ્રસ્ત

0
9
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) કર્ણાટકના વિજયપુરા જિલ્લા એક પ્રાઈવેટ જેટ ક્રેશ થયું છે. પ્લેન દુર્ઘટનામાં પાયલોટ અને ટ્રેઈની પાયલોટ ગંભીર રીતે ઈજગરસ્ત થયા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ખેતરમાં પ્લેન ક્રેશ થયું, મોટી દુર્ઘટના ટળી 

પ્રાથમિક અહેવાલો અનુસાર પ્રાઈવેટ વિમાન કાલબુર્ગીમાં પાસે જ હવામાં ડગમગવા લાગ્યું હતું. પાયલોટે પ્લેન સંભાળવા ઘણા પ્રયાસ કર્યા. પણ પછી એક ખેતરમાં ક્રેશ થયું. વિમાનમાં સવાર બંને વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી. એન્જિનમાં ખરાબી અથવા તો ઈંધણની કમી હોવાની આશંકા

અત્યાર સુધીની તપાસમાં ઈંધણની કમી અથવા તો એન્જિનમાં ખરાબી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ તો તપાસ બાદ જ જાણવા મળશે. આ વિમાન ‘રેડ બર્ડ એવિએશન’ કંપનીનું હતું, આ કંપની દ્વારા પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here