અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ભાવનગરમાં આગામી તા.૨૦ના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને બંદોબસ્ત માટે સાત જિલ્લાની પોલીસને બોલાવવામાં આવી છે. ૪ એડિ.ડીજી અને આઈજી કક્ષાના અધિકારીઓ સહિત ૪ હજારથી વધારે પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધીના ૬ સેક્ટરમાં વિભાજીત રૂટમાં થ્રિ-લેયર સિક્યોરિટિ ગોઠવવામાં આવી છે.

ભાવનગરમાં આગામી તા.૨૦ને શનિવારના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત માટે ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત રેલવે પોલીસને બોલાવવામાં આવી છે. એડિ.ડીજી અને આઈજી કક્ષાના ૪ અધિકારી સહિત ૪ હજારથી વધારે પોલીસકર્મીની તૈનાતી કરવામાં આવી છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધીના રોડ-શોના રૂટને કુલ ૬ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં થ્રિ-લેયર સિક્યોરિટિ ગોઠવાઈ છે.

જેમાં દરેક સેક્ટરમાં સુરક્ષાની જવાબદારી એસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. ૨૦ મિનિટનો રોડ શો અને આશરે ૪૦થી ૫૦ મિનિટ સુધીના જવાહર મેદાન ખાતેના સભા સ્થળના કાર્યક્રમમાં ધાબા પોઈન્ટ, રૂટ પોઈન્ટ, ડોગ સ્ક્વોર્ડ ઉપરાંત રૂટ પર નેત્રમ્ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ પરથી પણ પોલીસની વોચ રહેશે.
પીએમના કાર્યક્રમમાં ફાળવાયેલા પોલીસ બંદોબસ્તની વિગત
| એસપી | ૧૧ |
| ડીવાયએસપી | ૨૩ |
| પીઆઈ | ૬૦ |
| પીએસઆઈ | ૧૫૫ |
| પોલીસકર્મી | ૨૪૦૦ |
| હોમગાર્ડ | ૧૦૦૦ |
| બોમ્બ સ્ક્વોર્ડ | ૮ ટીમ |
| એસઆરપી | ૨ કંપની |

