અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે 30 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે રવિવારે (26 ઓક્ટોબર) 8 જિલ્લા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે
8 જિલ્લામા રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે રવિવારે બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.
27 ઓક્ટોબરની આગાહી
આવતીકાલે સોમવારે 26 જિલ્લામાં ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આગામી 28-29 ઓક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
30 ઓક્ટોબરની આગાહી
30 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાત – સૌરાષ્ટ્રના 39 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 4 ઇંચ ખાબક્યો
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ
Share on Twitter
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ
ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ
Share on Twitter
ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ
Share on Twitter
ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ
27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
Share on Twitter
27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા
Share on Twitter