BREKING NEWS : રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા

0
51
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજસ્થાનના સીકરના શ્રીમાધોપુર વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટનાના સમાચાર છે. શ્રીમાધોપુર ન્યૂ રેલવે સ્ટેશન નજીક, ફુલૅરાથી રેવાડી જતી માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં ઘણા ડબ્બાઓ એકબીજા પર ચઢી જતાં, રેલવે ટ્રેક સંપૂર્ણપણે બંધ થઈ ગયો. રેલવે અધિકારીઓ અને પોલીસની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

બચાવ કાર્ય ચાલુ, જાનહાનિના કોઈ સમાચાર નથી

રેલવે કર્મચારીઓ હાલમાં ડબ્બાઓને હટાવવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે આ ટ્રેક પર હાલમાં ટ્રેન અવરજવર બંધ છે. રેલવે પ્રશાસને મુસાફરો અને સ્થાનિકોને ટ્રેક પર ન જવાની અને અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવાની વિનંતી કરી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ, જાનહાનિના કોઈ સમાચાર નથી. દુર્ઘટનાના કારણ અને ડબ્બાઓના નુકસાનનું આંકલન હજી ચાલુ છે.

દુર્ઘટનાના કારણો વિશે હજુ જાણ નથી

દુર્ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને તકનીકી ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયા. આખી રાત રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી, જેમાં રેલવે કર્મચારીઓએ પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને હટાવવા માટે ક્રેન અને ભારે મશીનરીનો ઉપયોગ કર્યો. સંતોષની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ હજુ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કારણ જાણી શકાયું નથી.

રેલવે વ્યવહાર ખોરવાયો

આ દુર્ઘટનાના પરિણામે, રીંગસ-શ્રીમાધોપુર કોરિડોર પરનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ઘણી ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય કેટલીકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ માહિતી આપી છે કે કાટમાળ હટાવવામાં કેટલાક કલાકોનો સમય લાગી શકે છે, જેના પછી જ સમારકામનું કામ શરૂ થઈ શકશે. સ્થાનિક પ્રશાસન પણ ઘટનાસ્થળે હાજર રહીને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

માલગાડી અને ડબ્બાઓની સ્થિતિ

સીકર-શ્રીમાધોપુર દુર્ઘટનામાં માલગાડીના કુલ 36 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને તેમાંથી મોટાભાગનાને નુકસાન થયું છે. કેટલાક ડબ્બાઓમાં ચોખા ભરેલા હતા, જેને હાલમાં ખાલી કરવામાં આવી રહ્યા છે. દિલ્હી-મુંબઈ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર સંપૂર્ણપણે બંધ છે અને ડબ્બાઓ હટાવવાનું કામ ચાલુ છે.

અધિકારીઓનું નિવેદન

ઉત્તર પશ્ચિમ રેલવે (NWR)ના જયપુર ઝોનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) રવિ જૈન અને દિલ્હી-મુંબઈ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના મેનેજર પ્રવીણ કુમારે જણાવ્યું કે રાહત અને સમારકામનું કાર્ય ચાલુ છે. તેમણે પ્રવાસીઓ અને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે. જોકે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાયને બચાવવા જતાં ટ્રેન પાઇલટે બ્રેક લગાવી હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here