મન્સૂરી પીંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત મન્સૂરી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સંભારમ ચીફ ઓફિસરના અધ્યક્ષ પદે રાખવામાં આવ્યો હતો. પ્રસંગ ની શરૂઆત કુરાને શરીફની તિલાવતી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ મંચ ઉપરના મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યા હતા
ત્યારબાદ અધ્યક્ષ પદેથી ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવીએ જણાવ્યું હતું કે પોતાના બાળકોને તેજસ્વી બનાવવા હોય તો શિક્ષણ આપવું માતા-પિતાને જરૂરી છે આજના યુગમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે મુસ્લિમ સમાજમાં પણ જે રીતના આજે તેજસ્વી તારલાઓનું સન્માનિત કરવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ પણ પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. ડભોઇ શહેર તાલુકાના મનસુરી સમાજ ના તેજસ્વી તારલા નો કાર્યક્રમ કડિયા જમાત ખાના માં રાખવા માં આવેલ હતો જેમાં સમાજ ના મુફતી ઈબ્રાહીમભાઇ મનસુરી. મૌલાના સદ્દામ મન્સૂરી. શહેર કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદ હાજી ઇબ્રાહીમભાઇ રાજન ટેલર. હાજી ઈબ્રાહીમ અતર વાલા મહેદવીયા હાઈસ્કૂલના આચાર્ય સફીભાઈ ગોરી વિગેરે સમાજના આગેવાનો તેમજ યુવાનો યુવતીઓ અને વડીલો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યકારી પ્રમુખ ઐયુબ ભાઈ મનસુરી (ગોજાલ) દોરા ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કે મંત્રી આરીફ હુસેન સાહિર મન્સૂરી એ સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો અને તમામ તેજસ્વી બાળકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કે મુખ્ય મહેમાન મામલતદાર શ્રી પી આર સંગાડા એ બાળકોને ઉત્સાહી થવા અને પ્રોત્સાહિત થવા સન્માનિત કાર્યક્રમ અંગે તમામ તેજસ્વી તારલાઓને સંદેશો પાઠવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


