SURAT : સુરતમાં સગીરા પર બળાત્કાર ગુજારનારા બિલ્ડરની ધરપકડ

0
54
meetarticle

સુરતના અમરોલી વિસ્તારમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજારવાના ચકચારી પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં અગાઉ પોલીસે બિલ્ડર પાસે સગીરાને લઈ જઈને સોંપી ગયેલી એક યુવતીની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં ફરાર બિલ્ડર કિશોર દાયાણીની પોલીસે ધરપકડ કરી છે.

સુરતમાં રહેતા મૂળ ઉત્તરાખંડના વતની એવા શ્રમિક પરિવારમાં 16 વર્ષીય સગીરા માતા સાથે એમ્બ્રોઈડરીનું કામ કરે છે.આ પરિવાર બે વર્ષ અગાઉ અંકલેશ્વર રહેતો હતો. તેમની એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી. ગત 12 જુલાઈના રોજ આ યુવતી અમરોલી આવી હતી. તેના ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી તે અમરોલીમાં શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી. ત્યાંથી આ પરિવારની સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી. આગોતરા આયોજન મુજબ સગીરાને પટાવી ફોસલાવીને ઓલપાડના કાર્મહાઉસમાં લઈ ગઈ હતી અને કિશોર ડાયાણી (રહે. મમતાપાર્ક, કાપોદ્રા) નામના બિલ્ડરને સોંપી દીપી હતી.ફાર્મમાં યુવતી આમતેમ આંટા માર્યા કરતી હતી, બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ચકચારી બનાવમાં અગાઉ પોલીસે યુવતીની ધરપકડ કરી હતી. સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર બિલ્ડર કિશોર દામજીભાઇ દાયાણી (ઉ.વ. 52, રહે. મમતાપાર્ક -2, કાપોદ્રા- મુળ રહે. સણોસરા, તા. શિહોર, જિ. ભાવનગર)ની પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here