બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. થરાદ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કર્યો
થરાદ, વાવ અને માવસરી પોલીસે કુલ 101 કેસમાંથી જપ્ત કરાયેલા 1 કરોડ 53 લાખ 26 હજાર રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું.આ કાર્યવાહી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રોહિબિશન અધિકારી અને બે સરકારી સાક્ષીઓની હાજરીમાં દારૂ નો નાશ કરવામાં આવ્યો.
અને DYSP એસ એમ વારોત્રિયાના જણાવ્યા મુજબ દર ત્રણ મહિને ગુજરાત રાજ્યના DGPના આદેશથી જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે બનાસકાંઠા એ રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે. આ વિસ્તાર માં દારૂની હેરાફેરી માટેનો આ મેન માર્ગ છે. બનાસકાંઠા પોલીસ સતર્ક રહીને દારૂનો જથ્થો પકડે છે.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર




