BUSINESS : અખાતના ડેટા સેન્ટર ઓપરેટરો હવે ભારતમાં રોકાણને પ્રાધાન્ય આપશે

0
16
meetarticle

ઈરાન યુદ્ધને પરિણામ ે અખાતી દેશો ખાસ કરીને  યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ)માં કાર્યરત મોટા ડેટા સેન્ટર ઓપરેટરો તથા કલાઉડ સર્વીસ પૂરી પાડતા એકમો ઈરાનના હુમલાનો સામનો કરી રહ્યા  છે ત્યારે ભારતમાં ઊભરી રહેલી ડેટા સેન્ટર બજારને વિકાસની તક સાંપડવાની શકયતા જોવાઈ રહી છે. 

કલાઉડ સર્વીસ પૂરી પાડતી મોટી કંપનીઓ પોતાની ડેટા કો-લોકેશન કામગીરીના વિસ્તરણ માટે ભારત તરફ નજર દોડાવી શકે છે.

અખાતની વર્તમાન કટોકટીએ ડિજિટલ અર્થતંત્રની હકીકત પર પ્રકાશ પાડયો છે, કારણ કે ડેટા ઈન્ફ્રાસ્ટ્રકચર વ્યૂહાત્મક માળખા બની ગયા છે. 

ભૌગોલિકરાજકીય તાણ વધી રહી છે ત્યારે કલાઉડ સર્વીસ પૂરી પાડતી વૈશ્વિક કંપનીઓ અને ઉપક્રમો એવા વિસ્તારો તરફ નજર દોડાવવા લાગ્યા છે જે ખર્ચની  દ્રષ્ટિએ પરવડી શકે તેવા હોય અને જ્યાં સ્થિરતાની ખાતરી પણ મળતી હોય. આ ઉપરાંત આ કંપની નિયમનકારી સ્પષ્ટતા તથા માળખાકીય સ્થિતિસ્થાપકતા પણ ઈચ્છતી હોય છે એમ આ ક્ષેત્રના નિષ્ણાતે જણાવ્યું હતું.

ભારતની ડેટા સેન્ટર ક્ષમતા ૨૦૩૦ સુધીમાં ૪ ગીગાવોટ પર પહોંચવા ધારણાં છે. ભારતમાં ડેટા સેન્ટરોના વિકાસકો તેમની ક્ષમતાને વધારવા અંદાજે ૨૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવા યોજના ધરાવે છે. 

પોતાના માળખાકીય સાધનોનું ડેટા સેન્ટર ઓપરેટરો તથા કલાઉડ સર્વીસ પૂરી પાડતા એકમો વૈવિધ્યકરણ કરવા માગે છે ત્યારે ભારત તેમને લાંબા ગાળાની સ્થિરતા પૂરી પાડવા ખાતરી ધરાવે છે. 

એશિયા પેસિફિક વિસ્તારમાં ડેટા માળખા માટે ભારતને વ્યૂહાત્મક સ્થળ તરીકે જોવાઈ રહ્યું હોવાનો પણ જાણકારોએ દાવો કર્યો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here