BUSINESS : ગ્રીન એનર્જીને ઘરે-ઘરે પહોંચાડવાની તૈયારી, 24×7 સપ્લાય માટે 7.9 લાખ કરોડની યોજના

0
21
meetarticle

ભારતનું પાવર સેક્ટર મેગા રીફોર્મ માટે તૈયાર થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે આગામી વર્ષોમાં સૌર અને પવન જેવી ગ્રીન એનર્જીનો ઝડપથી વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. જોકે ફક્ત વીજળી ઉત્પન્ન કરવી પૂરતું નથી અને દેશભરમાં તેને પહોંચાડવા માટે હવે એક મજબૂત નેટવર્કની જરૂરત સમજીને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી રૂ. ૭.૯ લાખ કરોડની એક વિશાળ યોજના તૈયાર કરી રહ્યું છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગના એક અહેવાલમાં જણાવાયું છે કે આ સ્કીમનો હેતુ ૨૦૩૫-૩૬ સુધીમાં ૯૦૦ ગીગાવોટથી વધુ ગ્રીન પાવર સપ્લાય ઉમેરવાનો છે.આ યોજના હેઠળ દેશભરમાં નવી ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવશે અને મોટા પાયે સબસ્ટેશન બનાવવામાં આવશે. આશરે ૧.૩૭ લાખ કિલોમીટર નવી લાઇનોનું આયોજન કરવામાં આવ્યું છે અને નોંધપાત્ર ક્ષમતા વધારાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે સદનસીબે, આમાંથી કેટલાક કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયા છે, કેટલાક ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે, જ્યારે બાકીનું કામ આગામી વર્ષોમાં પૂર્ણ થશે.

આ સમગ્ર યોજનામાં ગુજરાત અને રાજસ્થાન સૌથી ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ બંને રાજ્યો સૌર અને પવન ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરવાની સૌથી વધુ ક્ષમતા ધરાવે છે. રાજસ્થાનમાં બિકાનેર, બાડમેર અને ભાડલા જેવા વિસ્તારો મુખ્ય પાવર હબ બનશે, જ્યારે ગુજરાતમાં કચ્છ, ખાવડા પણ ઝડપથી ઉભરી રહ્યું છે. અહીં ઉત્પન્ન થતી વીજળી દેશના વિવિધ ભાગોમાં પરિવહન કરવામાં આવશે.

માત્ર રાજ્યો વચ્ચે જ નહીં પરંતુ તેમની અંદર પણ વીજળીનું વિતરણ કરવા માટે મોટા પાયે પ્રયાસો કરવામાં આવશે. આ માટે, ગ્રીન એનર્જી કોરિડોર નામની યોજનાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ નવા તબક્કામાં, ઘણા રાજ્યોમાં હજારો કિલોમીટર લાંબી લાઇનો નાખવામાં આવશે અને નવી ક્ષમતા ઉમેરવામાં આવશે. આનાથી ગામડાઓ અને નાના શહેરો સુધી પણ ગ્રીન વીજળી સરળતાથી સુલભ બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here