BUSINESS : ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત

0
60
meetarticle

પાંચ મહિનાની ટોચેથી ડોલર ઈન્ડેકસ ફરી નબળો પડતા વિશ્વ બજારમાં સોનાચાંદીમાં ફરી ઉછાળો આવ્યો હતો. સોનાએ ફરી ૪૦૦૦ ડોલરની સપાટી કુદાવી હતી. બીજી બાજુ અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલતા આર્થિક આઉટલુક બાબતે ચિંતાઓ ઊભી થઈ રહી છે. 

આ ઉપરાંત અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફની કાયદેસરતા બાબતે શંકા ઊભી કરી છે અને જો ટ્રમ્પના નિર્ણયને રદ કરવામાં આવશે તો અમેરિકામાં મોટી નાણાંકીય સમશ્યા ઊભી થવાના ભયે ડોલર નબળો પડયો છે અને સોનામાં ફરી સેફ હેવન માગ નીકળી હોવાનું બજારના વર્તુળો માની રહ્યા છે. ડોલર ઈન્ડેકસ ફરી ૧૦૦ના સ્તરની નીચે સરકી ગયો હતો. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદી સુધારા તરફી રહ્યા હતા. અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક વધીને આવતા અને માગ નબળી રહેવાના સંકેતે ભાવ ઘટી ૬૪ ડોલરની અંદર સરકી ગયા હતા. ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૦,૬૭૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૦,૧૮૭ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૪૮,૨૪૨ કવોટ થતા હતા. જે આગલા બંધથી રૂપિયા ૨૦૦૦ જેટલા ઊંચા હતા.

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૪,૩૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૪,૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૫૦,૦૦૦ બોલાતા હતા.

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ૧૦૦ની અંદર ઊતરી જતા ફન્ડ હાઉસોની ફરી સોનામાં સેફ હેવન ખરીદી નીકળી હતી. અમેરિકામાં ટેરિફને મુદ્દે સ્થિતિ ડામાડોળ થવાના સંકેતે સોનામાં ફરી આકર્ષણ વધ્યુ છે. સોનુ પ્રતિ ઔંસ ૪૦૧૫ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૮.૬૭ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૬૬ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૧૧ ડોલર સ્થિર મુકાતુ હતું.

અમેરિકામાં ગયા સપ્તાહમાં ક્રુડ ઓઈલનો સ્ટોક દસ લાખ બેરલ ઘટવાની અપેક્ષા સામે બાવન લાખ બેરલ્સ વધીને આવતા અને માગ પણ નબળી રહેવાના સંકેતે ક્રુડ ઓઈલના ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૦.૦૨ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૪ડોલરની અંદર સરકી મોડી સાંજે ૬૩.૮૮ ડોલર બોલાતું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here