BUSINESS : ફોરેન ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 519 પોઈન્ટ ગબડીને 83459

0
63
meetarticle

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરમાણું પરીક્ષણ મામલે સ્ફોટક નિવેદનને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધવાના અને વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાતાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. એશીયા, યુરોપના બજારોમાં મોટું ધોવાણ થતું જોવાયું હતું. ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ મામલે પણ કોઈ સ્પષ્ટ પોઝિટીવ સંકેત નહીં મળતાં ફોરેન ફંડોએ આજે શેરોમાં હેમરિંગ કર્યું હતું. ગુરૂનાનક જયંતી નિમિતે બુધવારે ૫, નવેમ્બરના  શેર બજારો બંધ રહેનાર હોઈ ફંડો, ખેલાડીઓએ પોઝિશન ઊભી રાખવાનું જોખમ નહીં લઈ આજે ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાવ્યો હતો. ફંડો, ખેલંદાઓએ ઈન્ડેક્સ બેઝડ ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં મોટું સેલિંગ કરતાં અને બેંકિંગ, હેલ્થકેર, ઓઈલ-ગેસ શેરોમાં પણ વેચવાલી કરતાં બજાર ઝડપી ઘટયું હતું. સેન્સેક્સ ૫૧૯.૩૪ પોઈન્ટ તૂટીને ૮૩૪૫૯.૧૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૬૫.૭૦ પોઈન્ટ ગબડીને ૨૫૫૯૭.૬૫ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૪૬૨ પોઈન્ટ તૂટયો: હીરો રૂ.૨૨૮, બજાજ ઓટો રૂ.૧૭૭, મારૂતી રૂ.૨૭૬ તૂટયા

તહેવારોની સીઝન પૂરી થતાં હવે વાહનોના વેચાણમાં વૃદ્વિ મંદ પડવાની શકયતાએ ફંડો ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં વેચવાલ રહ્યા હતા. હીરો મોટોકોર્પ રૂ.૨૨૭.૬૫ તૂટીને રૂ.૫૩૦૯.૨૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૦.૫૫ તૂટીને રૂ.૪૦૬.૫૦, બજાજ ઓટો રૂ.૧૭૭.૩૫ તૂટીને રૂ.૮૭૪૭.૧૫, મારૂતી સુઝુકી રૂ.૨૭૫.૭૦ તૂટીને રૂ.૧૫,૩૭૦.૪૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૩૫ ઘટીને રૂ.૨૩૯૩.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૬૨.૧૧ પોઈન્ટ તૂટીને ૫૯૪૯૦.૮૧ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૪૯૪ પોઈન્ટ તૂટયો : નાલ્કો, એનએમડીસી, અદાણી, ટાટા સ્ટીલમાં વેચવાલી

ફંડોએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે મોટાપાયે વેચવાલી થઈ હતી. જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને વૈશ્વિક સ્ટીલ સહિતની માંગને ફટકો પડવાની શકયતાએ ફંડો વેચવાલ રહ્યા હતા. નાલ્કો રૂ.૫.૩૫ ઘટીને રૂ.૨૩૩.૨૫, એનએમડીસી રૂ.૧.૬૮ ઘટીને રૂ.૭૪.૨૯, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૦.૬૫ ઘટીને રૂ.૨૪૧૮.૯૦, ટાટા સ્ટીલ રૂ.૩.૪૦ ઘટીને રૂ.૧૭૯.૨૫, હિન્દાલ્કો રૂ.૧૫.૨૦ ઘટીને રૂ.૮૩૦.૯૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૨.૨૫ ઘટીને રૂ.૭૩૮.૬૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૩૦ ઘટીને રૂ.૪૭૩.૩૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૧૧૮૧.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૯૩.૨૬ પોઈન્ટ તૂટીને ૩૪૭૬૪.૧૨ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં સતત વધતી વેચવાલી : આઈડીએફર્સી બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ, કોટક બેંક ઘટયા

બેંકોના ઉદ્યોગોને ધિરાણમાં વૃદ્વિ મંદ પડી રહી હોવાનું અને વૈશ્વિક ડહોળાઈ રહેલા વાતાવરણમાં ભારતની નિકાસોને પણ અસર થઈ રહી હોઈ લોન ડિફોલ્ટરો, એનપીએ વધવાની આશંકાએ ફંડોએ બેંકિંગ શેરોમાં તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. આઈડીએફસી ફર્સ્ટ બેંક ૮૯ પૈસા ઘટીને રૂ.૮૧.૦૯, બેંક ઓફ બરોડા રૂ.૩ ઘટીને રૂ.૨૮૮.૧૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭.૫૫ ઘટીને રૂ.૭૮૯.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૭.૪૫ ઘટીને રૂ.૨૦૯૫.૮૦, એચડીએફસી બેંક રૂ.૭.૪૦ ઘટીને રૂ.૯૮૫.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯ ઘટીને રૂ.૧૩૩૬.૬૦, એક્સિસ બેંક રૂ.૭.૩૦ ઘટીને રૂ.૧૨૨૬.૯૦ રહ્યા હતા. આ સાથે મોબિક્વિક રૂ.૧૧.૯૫ તૂટીને રૂ.૨૫૨.૫૦, એડલવેઈઝ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૧૧૧.૧૦, સીએસએલ ફાઈનાન્સ રૂ.૧૧.૯૦ ઘટીને રૂ.૨૬૬.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૮૮.૫૯ પોઈન્ટ ઘટીને ૬૫૦૪૧.૩૬ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં નવેસરથી ફંડોની વેચવીલી શરૂ : વીએલ ઈ-ગર્વનન્સ, નેટવેબ, એફલે, રામકો ઘટયા 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે નવેસરથી વેચવાલી શરૂ કરતાં ઘણા શેરોના ભાવો તૂટતાં જોવાયા હતા. વીએલ ઈ-ગર્વનન્સ રૂ.૧.૧૭ તૂટીને રૂ.૨૨.૩૮, નેટવેબ રૂ.૧૬૬.૧૫ તૂટીને રૂ.૩૬૩૧.૯૫, માઈન્ડટેક રૂ.૯.૬૦ તૂટીને રૂ.૨૬૦.૨૫, એફલે રૂ.૬૪.૭૫ ઘટીને રૂ.૧૮૩૩.૯૦, રામકો સિસ્ટમ રૂ.૧૭.૩૦ ઘટીને રૂ.૬૦૫.૪૫, ઝેગલ રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૩૬૨.૧૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૭૩૬, ઓરિઓનપ્રો રૂ.૩૧.૬૦ ઘટીને રૂ.૧૧૮૭.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૬૯.૫૩ પોઈન્ટ તૂટીને ૩૪૬૦૦.૫૭ બંધ રહ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here