ભારતીય શેરબજાર રવિવાર, ૧ ફેબુ્રઆરીના રોજ ખુલ્લા રહેશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) એ જાહેરાત કરી હતી કે કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ની રજૂઆતને કારણે તે દિવસે ટ્રેડિંગ થશે.

બીએસઈ એ તેની નોટિસમાં જણાવ્યું હતું કે સૂચકાંકોની ગણતરી ૧ ફેબુ્રઆરી, ૨૦૨૬ ના રોજ કરવામાં આવશે, કારણ કે આ દિવસને કેન્દ્રીય બજેટને કારણે ખાસ ટ્રેડિંગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. એક્સચેન્જો અનુસાર, બજારો નિયમિત ટ્રેડિંગ કલાકો દરમિયાન ખુલ્લા રહેશે.
એક અલગ પરિપત્રમાં, એનએસઈ એ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટની રજૂઆત સાથે સુસંગત રહેવા માટે ૧ ફેબુ્રઆરી, ૨૦૨૬ ના રોજ લાઇવ ટ્રેડિંગ સત્ર યોજાશે. તે દિવસે ટ્રેડિંગનો સમય હંમેશની જેમ સવારે ૯:૧૫ થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી રહેશે.
એ નોંધનીય છે કે ૨૦૧૭ પછી આ પહેલી વાર બનશે જ્યારે કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે. ૨૦૧૭ થી, ૧ ફેબુ્રઆરી બજેટ રજૂ કરવાની નિર્ધારિત તારીખ છે.

