BUSINESS : ભારતમાં લોન પે ખર્ચા : 46% મોબાઈલ ફોનની ખરીદી લોન પર, ઘર ખરીદવાના ટાર્ગેટમાં Gen-Z આગળ

0
31
meetarticle

એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, ભારતમાં ઉધાર લેવાની પદ્ધતિમાં નાટકીય બદલાવ જોવા મળી રહ્યો છે. 46 ટક કસ્ટમર્સ સ્માર્ટફોન લેવા માટે અથવા હોમ એપ્લાયન્સ ખરીદવા માટે લોન લે છે. 25 ટકા કસ્ટમર્સ નવો બિઝનેસ શરૂ કરવા માટે અથવા બિઝનેસનો વિસ્તાર કરવા માટે લોન લે છે. 17 સિટીમાં ઉપાર લેનારાઓને આવરી લેતા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ધરખમ વ્યાજ વસુલતા ઈએમઆઈ કોર્ડ 65 ટકા ગ્રાહકોની પસંદ બન્યા છે. 35 ટકા પુરુષો બિઝનેસના વિસ્તરવા પર ધ્યાન આપી રહ્યા છે. જ્યારે, 33 ટકા મહિલાઓ પર ખરીદવાને પ્રાથમિકતા આપી રહી છે. ઓનલાઈન શોપિંગમાં મહિલાઓ આગળ જોવા મળી રહી છે.

આ રિપોર્ટમાં Gen Z સૌથી મહત્ત્વકાંક્ષી ગ્રુપ તરીકે ઊભરી આવ્યા છે. 35 ટકા જેન-ઝએ નવો બિઝનેસ શરૂ કરવા પ્રયત્નશીલ છે. જ્યારે 32 ટકાનું ટારગેટ ઘર ખરીદવાનું છે. સૌથી ચોકાવનારી વાત એ છે કે, Gen Z ઘરે ખરીદવાના ટારગેટમાં મિલેનિયલ્સ અને જેન-એક્સ કરતા ઘણાં આગળ છે. જનરેશન-ઝી ‘ફાઈનાન્શિયલ કીડમ’ને પણ મહત્ત્વ આપે છે. રિપોર્ટ મુજબ, તેઓ વહેલી લોન ભરપાઈ કરવાના ઓપાનને પ્રાથમિકતા આપે છે. જ્યારે, મિલેનિયલ્સ કોસ્ટ કટ્રોલ અને ઈન્ટરેસ્ટ રેટને પ્રાથમિક્તા આવે છે.

અનેક રાજ્યોમાં લાઈફસ્ટાઈલ માટેલોનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બીજી તરફ, એવા ઘણાં સિટીઝ છે જ્યા, ભવિષ્ય પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમ કે, દિલ્હી એનસીઆર, ચેન્નઈ, જયપુર, અમદાવાદમાં ઘર ખરીદવા માટે અનુક્રમે, 37, 33 અને 32 ટકા લોન લેવામાં આવી રહી છે. જ્યારે, બાળકોના ભણતર પાછળ ચેન્નઈ, પૂણે, દિલ્હી એનસીઆર, કોચી વધુ ખર્ચ કરી રહ્યું છે. હોમ રિનોવેશનમાં પૂર્ણ, ભોપાલ, કોલકાતા અને ચેન્નઈ આગળ છે.

હવે ગ્રાહકો લોન લેવા માટે પણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. ફિઝિકલ ચેનલ્સને છોડીને 51 ટકા ગ્રાહકોની પસંદ ડિજિટલ ચેનલ બની છે. પરંતુ, 84 ટકા કસ્ટમર્સ આ કંપનીઓ દ્વારા કરવામાં આવતા ડેટા કલેક્શનથી ચિંતિત છે. 54 ટકા મિલેનિયલ્સ અને 50 ટકા જેન-ઝી જિટલ માધ્યમથી કેડિટ લઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં 59 ટકા લોન ડિજિટલ બની છે. પૂણે અને લુધીયાણામાં 64 ટકા ડિજિટલ ક્રેડિટ સાથે સૌથી આગળ છે. ચંડીગઢમાં 42, બેંગલુરુમાં 41, અમદાવાદમાં 41 ટકા લોન ડિજિટલ બની છે.

મોબાઈલ ફોન લોનમાં હપ્તો ન ભરાય તો શું થાય? થોડા સમય પહેલા એવી વ્યવસ્થા હતી કે, હપ્તો ન ભરાય તો ફોન રિમોટલી લોક કરી દેવામાં આવતો હતો. પરંતુ, આ સિસ્ટમમાં બદલાવ કરવામા આવ્યો છે. ત્યારબાદથી, મોબાઈલ ફોનના હપ્તા ન ચૂકવનારાઓની સંખ્યામાં જોવા મળી રહ્યો છે. બેંગલુરુ સ્થિત ટીપીડીઝીરોના રિપોર્ટ અનુસાર, તેમની સંખ્યામાં દર મહિને 20 ટકાનો વધારો થઈ રહ્યો છે. આરબીઆઈએ ગત વર્ષે ડિવાઈઝ બ્લોકિંગની સિસ્ટમ બંધ કરી હતી. ઓક્ટોબર 2025માં નાણાકીય સમિતિની બેઠકમાં ગવર્નર સંજ્ય મલ્હોત્રાએ કહ્યું હતું કે, ‘હું ડિવાઈઝ બ્લોકિંગની પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યાં છે. તેના ફાયદા-ગેરફાયદા વિશે ચર્ચા ચાલી રહી છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here